આથી તમામ વાલીશ્રીઓ,
આપસૌ કુશળ હશો વિદ્યાર્થીઓ અને અંજાર એજયુકેશન સોસાયટી સંસ્થા પરિવારનાં તમામ વાલી સભ્યોની સારા સ્વાસ્થયની પ્રાર્થના સાથે જણાવવાનું કે, સરકારશ્રીનાં માસ પ્રમોશનના પરિપત્ર મુજબ વિદ્યાર્થીને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધોરણ પ્રમાણે વિદ્યાર્થીનાં વર્ગ અને કક્ષા મુજબ તેના નામ સાથેની માસ પ્રમોશનના પરિણામની યાદી અંજાર એજ્યુકેશન સોસાયટીની વેબસાઈટ www.aes.edu.in પર મૂકેલ છે દરેક વાલીશ્રીએ વેબસાઇટ માંથી તે મેળવી ચકાસી લેવું. અને શૈક્ષણિક વર્ષ 2021-22 ની વિદ્યાર્થીની આગલા ધોરણની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા વિનંતી. ઘરમાં રહી આપ સૌ સુરક્ષીત રહેશો.
– અંજાર એજ્યુકેશન સોસાયટી બેકબોન ટીમ.