“RUBARUU”

“અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજ દ્વારા ટોક શો “રૂબરૂ” નું સૌપ્રથમ આયોજન”

અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજમાં ૨૭/૯/૨૦૧૬ નાં રોજ  “અ ટોક શો રૂબરૂ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદેશ શિક્ષણવિદો, ઉદ્યોગપતિઓ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે એક સેતુ રચી વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો અંગેનું નિરાકરણ લાવવાનો સયુંકત પ્રયાસ હતો.

રૂબરૂ એટલે કે શિક્ષણવિદોની સમક્ષ કોર્પોરેટ ક્ષેત્રે ઉચ્ચ સ્થાન ધરાવતા પ્રોફેશનલ્સ તેમજ વિદ્યાર્થીઓને એકબીજા સમક્ષ રૂબરૂ ચર્ચા ગોષ્ઠી.  આ સુંદર આયોજન અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત કોલેજ, ‘પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન  શિપિંગ અને પોર્ટ મેનેજમેન્ટ’ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન  એચ.આર.એમ. દ્વારા કચ્છ યુનિવર્સીટીના કુલપતિ શ્રી ડૉ. સી.બી.જાડેજા નાં અધ્યક્ષ સ્થાને,શ્રીમતી પુષ્પાબેન ટાંક (પ્રમુખ, અંજાર નગરપાલિકા)  મિસ્ટર નેઓગી (વિ.પી. ડ્રાય કાર્ગો ઓપરેશન, મુન્દ્રા પોર્ટ), મિસ્ટર સમીર કુમાર (સીનીયર જનરલ મેનેજર વેલસ્પન ગ્રુપ) નાં સહઅધ્યક્ષ સ્થાને આ ગોષ્ઠીનું આયોજન યોજાયું હતું. આ ગોષ્ઠીના ઓદ્યોગિક ફલક પરથી વિદ્યાર્થીઓના પ્રશ્નોના ચોક્કસ જવાબો માટે મિસ્ટર જયંત કોટક (ડી.જી.એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ) મિસ્ટર એમ.કે. ખુશલાની (રીટાયર્ડ સુપ્રી. ઇન્જી. કે.પી.ટી.), મિસ્ટર તુષાર ચક્રવર્તી (સીનીયર એકાઉન્ટ હેડ, કે.પી.ટી.) અને શેક્ષણિક ફલક પરથી ડૉ. તુષાર હાથી (એક્ષ્. વાઈસ ચાન્સેલર કે.એસ. કે.વિ.કચ્છ યુનિવર્સીટી) ડૉ.પી.એસ. હીરાણી (ડીન ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ કે.એસ. કે.વિ.કચ્છ યુનિવર્સીટી), ડૉ. શીતલ બાટી (આસિ. પ્રોફેસર, ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ કે.એસ. કે.વિ.કચ્છ યુનિવર્સીટી) દ્વારા વિદ્યાર્થીઓના સફળ, સુચક અને યોગ્ય ગોષ્ઠીનાં જવાબો આપીને વિદ્યાર્થીઓને સંતોષકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આયોજન દ્વારા દરેક કોલેજોના વિદ્યાર્થીઓને આજના સમય માં મૂંઝવતા એવા પ્રશ્નો યુનિવર્સીટી કક્ષાએથી અને ઓદ્યોગિક એકમો સાથે મળીને નિવારે તેવો આ એક માત્ર પહેલો પ્રયાસ યોજાયો હતો. આ પ્રયાસને સફળ બનાવવામાં અંજાર એજ્યુકેશન સોસાયટીનાં પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પલણ, સેક્રેટરી શ્રી કાંતિભાઈ ભટ્ટ, એજ્યુકેશન એડવાઈઝર શ્રી કિરણ શાહ તેમજ ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ દક્ષિણી, શ્રીમતી પ્રતીમાબેન વોરા, શ્રી નીખીલભાઈ છાયા, શ્રી કાંતિભાઈ શાહ, શ્રી હેમંતભાઈ પાંડે, શ્રી પ્રફુલભાઈ પંડ્યા, શ્રી મુકેશભાઈ શાહ, શ્રી શરદભાઈ ભાટિયા, શ્રી પ્રકાશભાઈ બુચ, શ્રી સુધાબેન મહેતા તેમજ શ્રી નીમીશભાઈ ફડકે (ફોકિયા)નો સહયોગ અમુલ્ય હતો. આ પ્રસંગે કેમ્પસ કો-ઓર્ડીનેટર શ્રી. દિગંતભાઈ ધોળકિયા, એજ્યુકેશન કો-ઓર્ડીનેટર ડૉ. શિલ્પાબેન ભટ્ટ તેમજ સર્વે અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી.

 

ડૉ.શિલ્પાબેન ભટ્ટ

(એજ્યુકેશન કો-ઓર્ડીનેટર)

img-20160927-wa0027 img-20160927-wa0027 img-20160927-wa0014 img-20160927-wa0026