Principal’s Desk

 सहनाववतु ।सह नौ भुनक्तु  सहवीर्यं करवावहै 
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै 
 शान्तिः शान्तिः शान्तिः 

          આજનો બાળક આવતીકાલનું ભવિષ્ય છે. તેનું મન,વચન અને કર્મ સુંદર બને તે માટે આપણી પવિત્ર ફરજ બને છે. હું મારા માટે નહીં પરંતુ સૌના માટે કાર્ય કરીશ એવી પરસ્પર ભાવના રાખવી જોઈએ.

          આપણું કાર્ય, ધર્મ, અર્થ, કામથી દૂર મોક્ષ તરફ લઈ જવાનું છે. આ પુરૂષાર્થ આપણી સંસ્કૃતિ છે. તેના દર્શન કરાવવા આપણી ફરજ છે.

           બાળકનો સર્વાંગી વિકાસ થાય, તેના કુમળા મન પર માઠી અસર ના પહોંચે તે જોવું રહ્યું. આજનો બાળક અનેક સમસ્યાઓથી ઘેરાયેલો  છે. સેલફોન તેમનો મુખ્ય મિત્ર બની ગયો છે. સાહિત્ય, મિત્રભાવ,શિક્ષણ પ્રત્યે લગાવ ઓછો થઈ રહ્યો છે, યાદશક્તિ શિથિલ થઈ રહી છે ત્યારે આજનું બાળક આવતીકાલે શ્રેષ્ઠ નાગરિક બની સમાજ અને દેશની પ્રગતિમાં સહભાગી બને તે માટેનું કાર્ય આપણે કરવું જોઈએ.

             બાળકના સર્વાંગી વિકાસમાં શાળાનો અનેરો ફાળો રહે છે.તેના વિકારો દૂર કરી, તેની મૂંઝવણ સમજી, તેનો સાચો સાથી બની શિક્ષક તરીકેનું ઋણ પૂરું કરવું જોઈએ.

सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् |
 देवा भागं यथा पूर्वे सं जानाना उपासते ||

         મુખ્ય શિક્ષક

ચાવડા નિલેશ મુરજીભાઈ

શિલ્પા અંજલિ વિદ્યા મંદિર