Parents counselling seminar

શિલ્પા અંજલિ વિદ્યા મંદિર ના ધોરણ 1 થી 3 ના વાલીઓ સાથે એક વિચાર ગોષ્ઠિ”

બાળકો માં 5H (Happy, Healthy , humble, honest ,high thinking ) ના વિકાસ માટે વાલીઓ સાથે વાર્તાલાપ થયો .

દરેક બાળક યુનિક છે .તેની આવડત અને તેના માર્ક્સ માટે તેની સરખામણી બીજા બાળક સાથે ન કરતા તેને સતત ધ્યેય સુધી મંડ્યા રેહવા પર ભાર મૂક્યો હતો.

અંજાર એજ્યુકેશન સોસાયટી ના મુખ્ય પરિસર માં જે સ્ટેચ્યુ છે જે વિધાર્થી ના પાંચ લક્ષણો દર્શાવે છે “કાક ચેષ્ટા , બકો ધન્યમ , સ્વાન નિદ્રા …. ” પર વાલીઓ સાથે વાત થઈ હતી .

આચાર્ય શ્રી નિલેશ ભાઈ એ દરેક વાલી બાળક ને રોજ એ જરૂર થી કહે કે હું તને ચાહું છું, ભલે ભૂલ થઈ કોઈ વાંધો નહિ આપને સાથે મળી ફરી પ્રયત્ન કરીએ જેવા મુદા પર ભાર મૂક્યો હતો .220 થી વધુ વાલીઓ ની હાજરી એ અંજાર એજ્યુકેશન સોસયટીની આવા પ્રયાસ ને ખૂબ જ સફળ બનાવ્યો હતો .