LIFE-TIME Achievement Awarded of “Tulshidash Jobanputra”

અંજાર એજ્યુકેશન સોસાયટી દ્વારા આયોજીત સંસ્થા ના વડીલ એવા શ્રી તુલસીદાસ જોબનપુત્રા ના સન્માન રુપે આયોજીત લાઇફ તાઇમ અચિવમેંત અવોર્ડ દ્વારા સન્માનિત કરવા મા આવ્યા હ્તા.

 

અંજાર એજ્યુકેશન સોસાયટી જેમને સસ્થાને આવું મોટું વટ વૃક્ષ બનાવ્યું અને સંસ્થાના આધાર સ્થભ રૂપ તુલસીદાસ જોબનપુત્રા કે જેમને અંજાર એજ્યુકેશન સોસાયટી ને કચ્છ ની એક માત્ર અને સૌથી મોટી શિક્ષણ સસ્થા ને એક દિશા સાથે સિચી તેમને સન્માન અર્પણ કરવાનો મોકો મળતાં સંસ્થાના તમામ ટ્રસ્ટી શ્રીઓ અને આ સન્માન કાર્યક્રમ ને સફળ બનવા માટે સાથ આપેલ AES સ્ટાફ મિત્રો નુ યોગદાન અમુલ્ય છે.
અંજાર એજ્યુકેશન સોસાયટી ના મૂળભૂત પાયામાં જ્યાં વિધાર્થીઓ ને ઉત્તમ ઘડતર, સફળતા,ઉન્નતિ અને ઉત્તમ શિક્ષણ સાથે કેળવણી રહી છે અને જેના પાયામાં તુલસીદાસ જોબનપુત્રા જેવા હાલતી ચાલતી જીવંત શાળા જેવા વડીલ ના આશીર્વાદ સાથે હોઈ ત્યાં ક્યાં કોઇ ચિંતા ને સ્થાન હોય.બસ એમજ એમના આશીર્વાદ અને અંજાર એજ્યુકેશન સોસાયટી સાથે સંકડાયેલા તમામ પરિવાર મિત્રો નો સાથ અને સહકાર મળે તો વિધાર્થીઓ દરેક વિષય અને ‌ક્ષેત્રમા આમજ આગળ વધતા રહે.