English Improvement Books Exhibition

Spoken English અને English Improvement સાપ્તાહિક કાર્યક્રમના ભાગરૂપે શ્રીમતી એચ. બી. પલણ કૉલેજ ઑફ આર્ટ્સ એન્ડ કોમર્સમાં English ના સ્વઅભ્યાસમાં ઉપયોગી થાય તેવા આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પુસ્તકોનું પ્રદર્શન તેમજ તેને લગતી સંપૂર્ણ માહિતી આપતો એક નવતર પ્રયોગશીલ કાર્યક્રમ Aes-Eduation Consultant અને Visiting Faculty શ્રી મૌલિક ધોળકીયાએ રજૂ કર્યો હતો; જેમાં AES નાં વિવિધ શાળાના આચાર્યો, અંગ્રેજી શીખવતા કે શીખવામાં રસ ધરાવતા શિક્ષકો અને કૉલેજના પ્રાધ્યાપકો તેમજ એફ.વાય., એસ.વાય. અને ટી.વાય.ના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો.
આમાં Oxford, Cambridge યુનિવર્સિટીનાં વિશ્વના ખ્યાતિ પ્રાપ્ત Grammar પુસ્તકો, Listening-Speaking નાં પુસ્તકો, વિવિધ પ્રકારની Dictionaries, Thesaurus, Graded Learning Books, Handwriting Improvement નાં પુસ્તકો અંગે વિસ્તૃત સમજ તેમજ CEFR-Level વિશે માહિતી અપાઈ હતી.