સર્જનાત્મકતા નો ઉજાસ’ આર્ટ અને ક્રાફ્ટ પ્રદર્શન

શૈશવ પૂર્વ પ્રાથમિક વિભાગ અને સ્માર્ટ કિડ્સ પ્રિ સ્કૂલ વિભાગ દ્વારા આયોજિત સર્જનાત્મકતા નો ઉજાસ’ આર્ટ અને ક્રાફ્ટ પ્રદર્શન માં વાલીઓ નો ખુબ જ સરસ પ્રતિસાદ. 90 થી વધું વાલીઓ એ મુલાકાત લીધી .વાલીઓ ના સાથ અને સહકાર સાથે વિધાર્થીઓ માં રહેલી મૌલિકતા , કલા અને સૂઝ ને આ પ્રદર્શન દ્વારા ખૂબ જ સરસ પ્લેટફાર્મ મળ્યું છે.વિદ્યાર્થીઓ એ સુંદર ચિત્રો, ગણતરી કરતા પથ્થર,બટન, કઠોળ થી મોડેલ બનાવ્યા હતા, ટેરેસ ગાર્ડન સાથે ઘર, પોસ્ટ ઓફિસ, માટીના ગણપતિ, બટેટા, હાથની આંગળી અને પાંદડા ની મદદથી છાપ સાથે ફ્લાવર વાસ , ચિત્રો,અને ક્રાફટ બનાવી વાલી ની મદદ થી શાળા માં રજુ કર્યા હતા. સ્માર્ટ કિડ્સ અને શૈશવ દ્વારા સતત નાના નાના ભૂલકાંઓ માટે પ્રયોગશીલ રહી ઓનલાઇન માધ્યમ થી શિક્ષણ સાથે જીવન મૂલ્યો નું ઘડતર પણ થઈ રહ્યું છે.શૈશવ અને સ્માર્ટ કિડ્સ ની સમગ્ર શિક્ષક મિત્રો ની ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન. વાલી અને વિદ્યાર્થીઓ સાથે જોડાયેલ રહેવા નો આ પ્રયત્ન ખૂબ જ સરાહનીય છે.