શૈશવ પૂર્વ પ્રાથમિક વિભાગ Grand parents Day

અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શૈશવ પૂર્વ પ્રાથમિક વિભાગ માં તા.08/02/2020 નાં Grand parents Day ની ઉજવણી નો આયોજન કરવા માં આવ્યું હતું જેમાં એક સાથે 125 થી વધુ વડીલ દાદા, દાદી , નાના, નાની ના લાડ અને આશીર્વાદ સાથે *Grand Parents day* ની ઉજવણી થઈ હતી
 
શૈશવ પૂર્વ પ્રાથમિક વિભાગ માં જ્યાં શિક્ષણ ની સાથે સંસ્કાર સિંચન પર ભાર દેવાય છે જ્યાં ગમ્મત સાથે શિક્ષણ અને મૂલ્ય ઘડતર અપાઈ છે ત્યાં નાના નાના ભૂલકાઓ માં પરિવાર નું મહત્વ અને અમારા શિક્ષિકા આશાબેન ના શબ્દો માં દાદા અને દાદી નું મહત્વ એક બાળક માટે પરંપરા નો વારસો સાચવવા માટે નવી પેઢી ને ધ્યાન દોરવા માં મદદ રૂપ બને છે તે ધ્યાન માં રાખતા અમારા નાના નાના ભૂલકાઓ ના કુલ 126 થી પણ વધુ દાદા દાદી ,નાના નાની એ ઉત્સાહ ભેર ભાગ લીધો .સંસ્થાના પ્રમુખ શ્રી ચંદ્રકાંત પલને દરેક વડીલ ભાવ ભર્યું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ નું સંચાલન ભાવિ બેન ધોળકિયા એ કર્યું હતું. આ કાર્યક્રમ માં નાના નાના ભૂલકાઓ એ રમેશ ભાઈ બારોટ ( સંગીત શિક્ષક ) દ્વારા તૈયાર કરાયેલી પ્રાર્થના થી કરી અને દિશા બેન ( ડાંસ ટીચર ) દ્વારા તેરી ઊંગલી પકડકે ચલા…
મોટે મોટે દાદા … ગીત પર ડાન્સ તૈયાર કરાયેલ તે જોઈ સૌ દાદા દાદી ના આંખ માં હર્ષ ના આશું આવી ગયા હતા . દાદા અને દાદી નાના અને નાની માટે સંગીત ની ધૂન ઓળખો , આસોપાલવ નું તોરણ બનાવો , એક મિનિટ માં કોણ સૌથી વધુ દોરી માં ગાઠ મારી શકે તેવી વિવિધ રમત અને સાથે દરેક દાદા અને દાદી એ ખૂબ જ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો .રમત રમતા જોઈ દાદા અને દાદી નાના અને નાની પણ બાળપણ ફરી જીવી લીધું.શૈશવ ના તમામ સ્ટાફ અને હેડ સ્નેહા બેન મહેતા ની નેતૃત્ત્વ હેઠળ કાર્યકમ નું આયોજન થઈ હતું.