No Vaccination No Entry

અંજાર એજયુકેશન સોસાયટી

અંજાર-કચ્છ.
આદરણીય વાલીશ્રી,

અંજાર એજયુકેશન સોસાયટી સંચાલિત જુદી-જુદી શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓના વાલીને સાદર જણાવવાનું કે, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં સરકારશ્રી
દ્વારા તેમનાં પરિપત્ર ક્રમાંક : પરચ-૧૦૨૦૨૦-૫૦૧-૮, તા. ૩૧-૧૨-૨૦૨૧ વાળાથી કોઇપણ
સરકારી અથવા ખાનગી સંસ્થાની રૂબરૂ મુલાકાત લેતી વખતે કોવિદ રસીકરણનું પ્રમાણપત્ર
ફરજીયાત કરવામાં આવેલ છે.

ઉપરોકત પરિપત્રનો અમલ દરેક સરકારી તેમજ ખાનગી સંસ્થાઓએ તા. ૦૧-૦૧-૨૦રર
થી ચૂસ્તપણે અમલ કરવો ફરજીયાત છે. માટે આપને બાળકનાં અભ્યાસ બાબતે અથવા અન્ય
કામકાજ માટે સંસ્થામાં રૂબરૂ આવવાનું થાય તે સમયે આપે કોરોના રસીનાં બન્ને ડોઝ લીધા
છે કે કેમ ? તે પ્રમાણપત્રનાં આધારે જ સંસ્થા સંકૂલમાં પ્રવેશ આપવામાં આવશે. જેની દરેક
વાલીશ્રીએ ખાસ નોંધ લેવી.

તારીખ : ૦૧-૦૧-૨૦રર
(ડૉ. શિ૯પાબેન ભટ્ટ)
કેમ્પસ કો-ઓર્ડિનેટર.