Ashashi Bij Celebration

વાલીશ્રી,

અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ગુજરાતી માધ્યમ અને  અંગ્રેજી માધ્યમના પૂર્વ પ્રાથમિક વિભાગ “શૈૈૈૈષવ” અને  “સ્માર્ટ કિડ્સ” માં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓને ખાસ જણાવવાનું કે, આગામી તા. 3-7-2019, બુધવારનાં રોજ શાળામાં કચ્છી નવા વર્ષ “અષાઢી બીજ ” ની રંગારંગ ઉજવણી કરવાની છે. આ દિવસે બાળકોને Traditional Dress માં મોકલવા આથી જણાવવામાં આવે છે.

વિશેષમાં જણાવવાનું કે, આ વર્ષે સંસ્થા દ્વારા કચ્છી નવા વર્ષની ઉજવણીમાં સુંદર રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરાંત સમગ્ર કાર્યક્રમ શાળા સમય દરમ્યાન જ કરવાનો હોવાથી બાળકોને સ્કૂલ બેગ, લંચ બોક્સ, વોટર બોટલ અને ડાયરી લઈને શાળામાં આવવાનું રહેશે.

વાલીશ્રીઓને નમ્ર નિવેદન છે કે, કચ્છી નવા વર્ષની ઉજવણી કરવાની હોવાથી બાળકોને લંચબોક્સમાં કચ્છી ખાદ્ય પદાર્થો જેવા કે, પકવાન, પેંડા, દાબેલી, ખારેક, ગુલાબપાક, ઈત્યાદી વસ્તુઓ આપવી.